Garavi Gujarat USA

ઈશ્વર છે જ

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

હજુ તો સવાર પડી હતી. વાદળોય છવાયેલાં હતાં, ઝાકળને લીધે જમીન પર ઠરેલી ભીનાશ અકબંધ હતી. ઠંડીના લીધે કોઈનાં ઘરની બારીઓ ખુલી નહોતી. રસ્તાઓ પર છાપાંના ફેરરયા કે દૂધ દેવા- લેવાવાળા સસવાય ઝાઝી અવરજવર શરૂ નહોતી થઈ પણ સવજયનગરના એક ચાર રસ્તા પર ભીડ જામવા માંડી. ભેગા થયેલા બેચાર જણાના અવાજમાં આક્ોશ હતો. એ આક્ોશનું કારણ હતો રસ્તા પર ઉંધા મોંઢે પડેલો એક બુઢ્ો આદમી. એણે પાંવરોટીની ચોરી હતી.

“પાંવરોટી? પાંવરોટીની તે ચોરી હોય ભઈસાબ!” “હા ભાઈ હા, એણે પાંવરોટીની ચોરી કરી છે. નજરોનજર મેં જોયું છે, અને પાછો એ ભાગવાના બદલે બગલમાં રોટી દબાવીને રસ્તા પર ઊભો ઊભો બૂમો મારતો હતો, મેં ચોરી કરી છે, મને સજા આપો.” “હેં..?

“હા..ભાઈ હા એ બુઢ્ાએ ચોરી તો કરી છે સાથે ચોરીનો આરોપ કબૂલ કરીને ઈમાનદાર બનવા જાય છે. બોલો, કેવી અજબ વાત !”

“ભાઈ, આ કોઈ અજબ વાત નથી. આવા લોકો દેખાય ભોળા પણ હોય પાક્ા ઠગ. ક્યારેક ચોરી, ક્યારેક હાથસફાઈ તો વળી ભીખ માંગવાથી માંડીને તક મળે તો બાળકોને ઉપાડી જવા સુધીના કામ કરી લે. જેલ થાય તો જાણે બેચાર રદવસ સાસરે ગયાનું સુખ માણી આવે, વળી પાછા એ જ ગોરખધંધાએ લાગી જાય. મારો એને એક લાત એટલે થાય સીધો.”

મેલી દાઢી, લાંબા ગંદા વાળ, નામ પૂરતાં કહેવાય એવાં કપડાંમાં રસ્તા પર ઉંધા મોંઢે પડેલા એ બુઢ્ા આદમીના છોલાયેલા હાથપગમાંથી લોહી અને આંખોમાંથી આંસુ ઝમતાં હતાં આવી બેહાલ દશામાંય એની બગલમાં દબાવેલી રોટીને એણે કસીને પકડી રાખી હતી.

રદલ્હીનો દરેક સવસ્તાર એવો છે જ્યાં અમીર અને ગરીબની વસ્તી છે. અહીં સારીખોટી ઘટના બન્યા વગર રદવસ પસાર થતો હોય એવું ભાગ્યે બનતું. રદલ્હીનાં સવજયનગરની વસ્તીમાં પણ આવી ઘટનાઓ સામાન્ય હતી. આ સવસ્તારમાં રંગરૂપ અને બોલી પરથી કોણ પંજાબી, બંગાળી, મદ્ાસી છે એ પરખાતું. અહીંના આદમીઓ સામાન્ય રોજીરોટી કમાવવા મથે છે. સ્ત્ીઓ સારા ઘરોમાં કામ કરે છે. કશું કરી શકતા ન હોય એવા બુઢ્ા લોકો ભીખ માંગે, એમનું જોઈને બાળકો પણ ભીખ માંગવાનું શીખે છે. આવા અનેક બુઢ્ાઓની જમાતમાંનાં આ એક બુઢ્ાની પાછળ સવારમાં આ ઝમેલો થયો હતો.

સવાર સવારમાં ખુલેલી ગોપીની દુકાનમાંથી એણે રોટી ચોરીને ભાગવાનો સમથ્યા પ્રયાસ કરતા “મેં રોટીની ચોરી કરી છે,મને પકડી લો, જેલમાં નાખો, મારી ચોરી માટે લાંબી સજા આપો.” જેવી બૂમરાણ મચાવતો હતો. બસ, પછી તો બાકી શું રહે? ગોપીનું જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ પણ એના પર હાથ-પગ અજમાવવા માંડ્ાં.

મહસ્ષષિ સવશ્ાસમત્ના સગા હોય એમ સૌ એની પર ધૃણા વરસાવવા માંડ્ા. બેચાર પહેલવાન જેવાઓએ તો અખાડામાં ઉતયાષિ હોય એવું શૌયષિ દશાષિવવા બાવડાં કસવા માંડ્ા. એકઠાં થયેલાં ટોળામાંથી વળી એકનાં મનમાં ડહાપણ જાગ્યું.

“છોડો, આ મારપીટ. કાયદો હાથમાં લેવા કરતાં પોલીસને જાણ કરવી સારી.”

પાસેનાં થાણાં પર જાણ કરતાંની સાથે ડ્ૂટી પરનો પોલીસ હાજર. જાણે જીવ સટોસટની બાજી ખેલીને કોઈ ખૂંખાર ડાકુને પકડવામાં સફળ થયો હોય એમ એ બુઢ્ાનો હાથ પકડીને સાથે ખેંચવા માંડ્ો.

“તેં ચોરી કેમ કરી?” થાણાં પર પહોંચતા હાથમાંનો ડંડો ઉગામીને સવાલ કયયો. માર ખાઈને બેહાલ થયેલો બુઢ્ો એક અક્ષર બોલી શકે એમ નહોતો.

થાણેદારનો ક્ોધ સાતમા આસમાને. હરામખોર, મક્ાર જેવા અનેક શબ્દોની સાથે ડંડાબાજીથી બુઢ્ાને નવાજ્યો. અંતે હાંફીને કાગસળયામાં સવગતો ભરવા બુઢ્ા સામે નજર કરી. મારપીટની ભયંકર પીડાને

લીધે જમીન પર કોકડું વળીને પડ્ો કરાંજતો હતો.

“બોલ, હવે ચોરી નહીં કરું.” પોલીસે રોફ જમાવ્યો.

“હા, કરીશ. ચોરી તો શું ખૂન પણ કરીશ.” બુઢ્ાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

“હેં શું બોલ્યો, કોનું ખૂન કરીશ?” પોલીસની રાડ ફાટી.

“જે સામે મળશે એનું.” બુઢ્ાએ અવાજમાં જોર ભેળવ્યું.

“કેમ?”

“કારણ કે, મારે જેલમાં જવું છે. લાંબી સજા જોઈએ છે.”

“પણ, તારે જેલમાં કેમ જવું છે?”

“મારે રોટી જોઈએ છે. માથે છાપરું જોઈએ છે. તન ઢાંકવાં એક કાંબળો જોઈએ છે. હવે હું ઘરડો થયો છું. મરું ત્યાં સુધીનો એક આશરો જોઈએ છે. પાગલની જેમ અટ્ટહાસ્ય કરતા એ બોલ્યો. જેલ સસવાય આ દુસનયામાં મને આ બધું ક્યાં મળવાનું છે એટલે મને સજા જોઈએ છે. રોટી ચોરવી એ અપરાધ હોય તો એના પર પણ મને સજા ઠોકી દો.” એટલા ભોળા ભાવે એ બોલ્યો કે સૌ એને જોતા રહી ગયા.

“રદમાગ ખરાબ છે આનું, બંધ કરી દો એને.” થાણેદારનું માથું ઠમક્યું.

બુઢ્ાનો કરચલી ભરેલો ચહેરો ચમકી ઊઠ્ો. કૃતજ્ઞતાથી થાણેદારનાં પગ પકડી લીધા.

“હાંશ. મારી આખરી ઇચ્છા પૂરી કરી. તારો પાડ હું ક્યારેય નહીં ભુલુ. તારાં બચ્ાંઓ સલામત રહે. રદવસરાત તારી પ્રગસત થાય. જેલમાં રાખીને તમે મારશો, ધીબશો પણ એક ટુકડો રોટી, ઓઢવા કાંબળો, માથે છત તો આપશો ને? કોણ કહે છે કળીયુગ છે, ભગવાન ક્યાંય નથી પણ જોયું ને ભગવાનનાં ઘેર દેર છે અંધેર નહીં.”

ત્યાં ઊભેલાં સૌ જોતાં રહ્ાં અને આંખોમાંથી આંસુની વહેતી ધાર સાથે એ બુઢ્ો આદમી જમીન પર ઢળી પડ્ો. એક ક્ષણ પહેલાં બોલતો એ આદમી હાથમાં કસીને પકડેલી રોટી સાથે જ હંમેશ માટે શાંત થઈ ગયો.

સહમાંશુ જોશી સલસખત વાતાષિ ‘भगवान नही हैं’ ने

‘ઈશ્ર છે જ.’ आधारित भावानवु ाद

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States